Satya Tv News

દીપિકા પાદુકોણ હાલમાં તેની દિકરીની સારસંભાળ લઈ રહી છે. અભિનેત્રીએ 8 સપ્ટેમ્બરના રોજ બેબી ગર્લને જન્મ આપ્યો હતો. અભિનેત્રી અને અભિનેતા રણવીર સિહે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા હતા. દીપિકા અને રણવીર લગ્નના 6 વર્ષ બાદ માતા-પિતા બન્યા છે. તેમણે પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. દીપિકા દિકરી સાથે ક્વોલિટી સમય પસાર કરી રહી છે. માતા બન્યા બાદ તેની જિંદગીમાં પણ અનેક બદલાવ આવી રહ્યા છે. અભિનેત્રી નાની દિકરીનું રુટિન કેવું છે, તેનો એક મજેદાર વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે.

આ રીલમાં એક મહિલાને દેખાડવામાં આવી રહી છે. મહિલા સુતી સુતી અચાનક ઉભી થાય છે. રસોડામાંથી પોતાના માટે જમવાનું લઈને આવે છે. મોટી મુશ્કિલ સાથે ઝઝુમી રહી છે. તે કઈ રીતે જમી રહી છે તે દેખાડી રહી છે.તે ખાવાનું બંધ કરે છે અને સૂઈ જાય છે. આ વીડિયોની સાથે લખ્યું છે કે, ‘જો એડલ્ટ લોકો પણ નવજાત બાળકો જેવા હોત તો શું થાત…’.

error: