Skip to main content

Satya Tv News

મુંબઈના જાણીતા દેવસ્થાન શ્રી સિદ્ધિવિનાયક મંદિરથી ચોંકાવનારી તસવીરો સામે આવી.મંદિરના મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચા જોઈ શકાય છે. આ તસવીરો એંગે જવાબ માંગવામાં આવતા મંદિર ટ્રસ્ટના સચિવ વીણા પાટિલે કહ્યું કે આ તસવીરો મંદિરની નથી. જો કે તેમણે આ મામલે તપાસની વાત કરી છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદર ટ્રસ્ટ (SSGT) ના ચેરપર્સન અને શિવસેના લીડર સદા સર્વંકરે આ સમગ્ર મુદ્દે કહ્યું કે “જ્યાં ભગવાન ગણેશનો પ્રસાદ તૈયાર થાય છે તે ખુબ જ નીટ એન્ડ ક્લીન છે. અમે તને ચોખ્ખું રાખવાનો ખુબ પ્રયત્ન કરીએ છીએ. ઘી, કાજુ અને બીજી જે પણ સામગ્રીનો ઉપયોગ થાય છે તેને બીએમસીની લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. ત્યાંથી અપ્રુવ્ડ થયેલી વસ્તુઓ જ ઉપયોગમાં લેવાય છે. પાણી સુદ્ધા ત્યાં ટેસ્ટિંગ થાય છે. તેનો અર્થ એ થયો કે અમે એ વસ્તુનું પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ કે શ્રદ્ધાળુઓને જે પ્રસાદ મળે તે પ્યોર હોય. બે દિવસથી વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પ્લાસ્ટિકમાં પેક થયેલું કઈક દેખાય છે. પરંતુ એ કહી ન શકાય કે વીડિયો ક્યાંનો છે અને તેમાં શું છે. અમે આ વાયરલ વીડિયો અંગે તપાસ કરીએ છીએ. અમે બધુ એકદમ સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. આથી અમે કહી શકીએ કે આ વીડિયો અહીંનો નથી.”

error: