વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા 30 વર્ષીય મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે જુન મહિનામાં હું મારા બાળકો સાથે મારા મામા(રહે.સુરત )ખાતે ગયા હતા. ત્યાં મારી ઓળખાણ અંકલેશ્વર ખાતે રહેતા ધવલ પટેલ સાથે થઈ હતી અને અગાઉ અમે બન્ને એકબીજા સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર વાતચીત કરતા હતા. સુરત ખાતે એકાદવાર કાફેમાં ભેગા પણ થયા હતા અને ત્યારબાદ એકાદ અઠવાડીયા સુધી સુરત રહી હું મારા પર વડોદરા મુકામે પરત આવી ગઈ હતી. ત્યારબાદ પણ અમે વડોદરા મુકામે એકાદ બે વાર માણેજા ખાતે આવેલી એક હોટલમાં પણ મળેલા હતા. તે દરમ્યાન ધવલ પટેલ તેના મોબાઇલમાં મારા બિભત્સ ફોટા પાડેલા હતા અને ત્યારબાદ મેં તેને મળવા માટે ના પાડી હતી. ત્યારે હું સીટીમાં જતી હતી તે વખતે ધવલ પટેલ મારી પાછળ પાછળ આવતો હતો અને મેં તેને મારી પાછળ નહીં આવવા જણાવ્યું હતું. તેમ છતાં તે મારો અવાર નવાર પીછો કરે છે અને મને વારંવાર મળવા માટે દબાણ કરતો આવ્યો છે અને હવે મારે ઘણા સમયથી આ ધવલ સાથે કોઇ સંબંધ નથી છતાં હું વાત નહીં કરૂં તો મને ફોન કરી ધમકી આપ્યા કરે છે. જબરજસ્તી મારા ઘરે આવાની કોશિશ કરે છે અને સંબંધ રાખવા માટે દબાણ કરે છે અને મોબાઇલમાં રહેલા મારા બીભત્સ વાયરલ કરવાની ધમકી પણ આપે છે. મહિલાની ફરિયાદના આધારે માંજલપુર પોલીસે હેરાન કરનાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.