Satya Tv News

છેલ્લા કેટલાક સમયથી ટ્રેન ઉથલાવવાની ઘટનામાં સતત વધારો થયો છે. ત્યારે આજે ગુજરાતમાં ફરી એક વાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના બોટાદના કુડલી ગામે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકા કરવામાં આવી રહી છે.ભાવનગર – ઓખા ટ્રેન સાથે આ ઘટના બની હતી. બોટાદ DySP સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે. તપાસ દરમિયાન રેલવે પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા છે.જો કે આ ઘટનામાં રેલવે અધિકારીઓની ટીમે પણ વધુ તપાસ હાથ ધરી છે.

error: