Satya Tv News

https://www.instagram.com/reel/DAVL_Tmgss4/?utm_source=ig_web_copy_link

જંબુસર નગરપાલિકાના પાપે એહેલે હદીસ મસ્જિદ પાસેના કાસમાં યુવતી ખાબકી ગઈ હતી

જંબુસર નગરપાલિકા તંત્ર ખાળે ગયું હોય તેમ જનતાને લાગી રહ્યું છે. જંબુસર નગરપાલિકા તંત્ર સત્તાધીશો જનતાને ગટર ,લાઈટ ,રસ્તાઓની સગવડ આપવામાં ઉણી ઉતરી છે. જંબુસર નગરના એહલે હદીસ મસ્જિદ પાસે આવેલ કાંસ જ્યાં વખતો વખત અકસ્માતોના બનાવો બનતા હોય છે.વારંવાર આ કાસમાં વાહનચાલકો, રાહદારીઓ ખાબકવાના બનાવો બને છે.જનતાની વારંવાર રજૂઆતો પણ આ સત્તાધીશોના કાને પહોંચતી નથી. આજરોજ સાજના સમયે આશરે નવના અરસામાં જંબુસર નગરની યુવતી એહલે હદીસ મસ્જિદ પાસેથી એક્ટિવા લઈ પસાર થતી હતી તે સમયે અચાનક આ કાસમાં ખાબકી હતી. અને મોબાઈલ પણ આ ગટર કાસમાં પડી ગયો હતો.બનાવ બનતા આજુબાજુના લોકોએ બહાર કાઢી હતી.સદર ઘટના અંગે યુવતીના પિતાએ પાલિકા તંત્ર પર રોષ કાઢ્યો હતો.અને વહેલી તકે આ કાસ નું કામ પાલિકા તંત્ર કરાવી તેવી માંગ કરી હતી.

error: