સેમસંગના TWS ઇયરબડ્સ બ્લાસ્ટ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાનમાં ઈયરબડ્સ બ્લાસ્ટ થવાને કારણે મહિલાએ સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. તુર્કીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં વાયરલેસ ઇયરબડનો ઉપયોગ કરતા લાખો વપરાશકર્તાઓ માટે ભારે તણાવ પેદા કર્યો છે. આ દિવસોમાં ઇયરબડ્સ અને પહેરી શકાય તેવા ઉપકરણોનો ટ્રેન્ડ પૂરજોશમાં છે. લાખો લોકોએ તેમની દિનચર્યામાં સ્માર્ટફોનની સાથે ઇયરબડનો પણ સમાવેશ કર્યો છે. તેઓ ફોન કોલ્સ, કાર્ય, કોન્ફરન્સ અથવા મનોરંજન માટે ઇયરબડ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. પણ જો તમે બડ્સ લગાવી આવી ભૂલ કરો છો તો આજે જ ચેતી જજો.
સેમસંગ તુર્કીના કોમ્યુનિટી ફોરમ પર, બાયઝીટ નામના યુઝરે દાવો કર્યો હતો કે તેની ગર્લફ્રેન્ડ Galaxy Buds FE નો ઉપયોગ કરી રહી છે. અચાનક તેમાં બ્લાસ્ટ થયો, જેના કારણે તેણે સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી. આ ચોંકાવનારી ઘટના બાદ યુઝરે સેમસંગ પાસેથી ટેક્નિકલ મદદ માંગી જેથી તેની સમસ્યાનું યોગ્ય રીતે નિરાકરણ લાવી શકાય. જોકે, દક્ષિણ કોરિયન કંપની સેમસંગનો પ્રતિસાદ અપેક્ષાઓ ખુબ જ ખરાબ હતો. કંપનીએ વપરાશકર્તાને ઘટના વિશે વિગતવાર માહિતી માંગી અને તેમને ઇયરબડ્સ બદલવાની ઓફર કરી.ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર સેમસંગની આકરી ટીકા કરી છે અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ઘટનાને ગંભીરતાથી લેવાની સલાહ આપી છે.