નેશનલ હાઈવે 48 પર રાજકોટ LCB ટીમને અકસ્માત નડ્યો છે. ટ્રકે ટક્કર મારતા આગળના વાહનમાં રાજકોટ LCBની ખાનગી કાર અથડાઈ ગઈ હતી.
ગમખ્વાર અકસ્માતમાં એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત અન્ય ત્રણ કર્મી સહિત આરોપી હાલ સારવાર હેઠળ છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર કારમાં 4 પોલીસકર્મી અને એક આરોપી હોવાનું સામે આવ્યુ છે.