સ્વિત્ઝર્લેન્ડમાં આત્મહત્યા માટે મદદ કરતા મશીનને લઇને વિવાદ થયો છે. સ્વૈચ્છિક મુત્યુ દર્દથી ભરેલું ના હોય તે ડિઝાઇન કરવામાં આવેલું સરકો કેપ્સૂલનો ઉપયોગ કરીને અમેરિકાની ૬૪ વર્ષની મહિલાને મરવાની પ્રેરણા આપનારા અનેક લોકોને સ્વિસ પોલીસે અટકાયતમાં લીધા છે. અમેરિકન મહિલા ઇમ્યૂન સિસ્ટમની ગંભીર પ્રકારની બીમારીથી પીડિત હતી. પોલીસે જેમની ધરપકડ કરી તેમાં ‘ધ લાસ્ટ રિસોર્ટસ’ના અધ્યક્ષ ફલોરિયન વિલેટનો પણ સમાવેશ થાય છે.
જે મશીનમાં મહિલાનું મુત્યુ થતું હતું ત્યારે હાજર હતા. આ ઉપરાંત એક ડચ પત્રકાર અને બે સ્વિસ નાગરિકોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. જેમાંથી એક કથિત રીતે એક ફોટોગ્રાફર છે જેના પર આત્મહત્યા કેપ્સૂલના ઉપયોગની રીતનું દસ્તાવેજીકરણ કર્યુ હતું. ધ લાસ્ટ રિસોર્ટે પોતાનો બચાવ કર્યો હતો કે મૃતકે પોતાનો અંતિમ નિર્ણય લીધો તે પહેલા તેનું મનો વૈજ્ઞાાનિક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેનું સ્વૈચ્છિક મુત્યુ શાંતિપૂર્ણ,ઝડપી અને સન્માનજનક થયું હતું.
સંકોચાઇ જાય છે.મશીનનું બટન દબાવ્યા પછી માત્ર ૧૦ મિનિટમાં મુત્યુ થાય છે. માણસ મોટે ભાગે બેહોશ થઇ જાય છે આથી તેને મુત્યુના દર્દનો અહેસાસ થતો નથી. ૧૯૯૦ના દાયકામાં આત્મહત્યા માટેના મશીનનો વિચાર ઓસ્ટ્રેલિયાઇ તબીબ ફિલિપ નિશ્ચેકેએ આપ્યો હતો.
કોઇ પણ વ્યકિતએ સ્વૈચ્છાએ દવા કે બીજા ઉપાય વગર મરવું હોય તેના માટે ઉપકરણ વિકસાવવા પર ભાર મુકાયો હતો. આ કેપ્સૂલનો ઉપયોગ જર્મન સરહદની નજીક મેરિશૌસન નગરના નગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. સ્વિત્ઝર્લેન્ડમાં કેટલીક શરતો સાથે મદદથી થતી આત્મહત્યા કાયદેસર ગણાય છે. જો કે સરકો કેપ્સૂલ જેવી બહારની સહાયતાથી થતા મુત્યુએ વિવાદ ખડો કર્યો છે. દેશના આરોગ્યમંત્રી એલિઝાબેથ બૉમ શનાઇડરે આ ઉપકરણ ઉત્પાદન માટેના જે માપદંડો છે તેમાં બંધ બેસતું નથી. આથી મૃત્યુ માટે પ્રેરણા આપનારા પર કાર્યવાહી કરવામાં આવી છે.