Satya Tv News

કઠોર પરિશ્રમ અને કંઈક કરવાની તમન્ના હોય તો સફળતા ચોક્કસ મળે છે. જો કોઈ એ વિચારીને મહેનત કરવાનું છોડી દે તે ગરીબ છે, તેની પાસે પૈસા નથી, તો કંઈ મળશે નહીં, આ વાત ફરી એક વાર સાબિત થઈ ગઈ છે. પ્લાસ્ટિક સહિત બીજી કેટલીય વસ્તુઓનો ભંગાર એકઠો કરી જીવન જીવતા મજૂરે પોતાના દીકરા માટે iPhone 16 અને પોતાના માટે iPhone 15 ખરીદ્યો છે. જ્યારે તે હાથમાં રુપિયા લઈને એપ્પલના સ્ટોર પર પહોંચ્યો તો સૌ કોઈ ચોંકી ગયા. પણ તેને પૈસા આપીને બંને ફોન ખરીદી લીધા. આકરી મહેનતથી બે ફોન ખરીદનારા આ મજૂરની સફળતાના લોકો વખાણ કરી રહ્યા છે.

આ વીડિયો સર્પમિત્ર પ્રવીણ પાટીલ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. મુંબઈમાં ભંગાર ભેગો કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ ગરીબ મજૂરની સફળતાના આ વીડિયોના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ મજૂર પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની અન્ય વસ્તુઓ અને ભંગાર એકત્ર કરીને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા આ વ્યક્તિના પરિવારના તમામ લોકો એક જ કામ કરે છે. આ તેમની આજીવિકાનું સાધન છે.તેનો પુત્ર આઇફોનનું સપનું જોતો હતો. આ વ્યક્તિએ તેને પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરી. સતત કામ કરીને પૈસા કમાયો. પુત્રની ઈચ્છા પૂરી કરવા માટે તેણે હવે મોંઘો આઈફોન ખરીદ્યો છે. આઇફોન ખરીદતી વખતે તેણે માત્ર તેના પુત્રની જ નહીં પરંતુ તેની પોતાની ઇચ્છા પણ પૂરી કરી. હકીકતમાં જોઈએ તો તેણે કુલ 2 iPhone ખરીદ્યા છે.

error: