Satya Tv News

રાજકોટની પારસ સોસાયટીમાં આવેલા ઓમકારેશ્વર મંદિરના પૂજારીને માર મારવાની ઘટના સામે આવી છે. નજીવી બાબતે મંદિરમાં દર્શનાર્થે આવતા દિનેશ ડોડીયાએ એક પછી એક પાંચ લાફા ચોડી દીધા હતા. અને પૂજારીનું ગળું પણ ગુસ્સામાં દબાવ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે આરોપીની પત્ની સાથે પૂજારીને થોડા દિવસો પહેલા બોલાચાલી થઈ હતી. આરોપીની પત્ની સાથે બાલ ગોપાલના વાઘાની સામાન્ય બાબતે વિવાદ થયો હતો. આ બાબતની ખાર રાખીને શખ્સે પૂજારીને લાફા ચોડી દીધા હતા. તો બીજી તરફ આ સમગ્ર ઘટના મંદિરના CCTVમાં કેદ થઈ હતી. સોશિયલ મીડિયામાં CCTV ફૂટેજ વાયરલ થયા હતા.પૂજારી કલ્પેશભાઈ શુક્લાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે CCTV ફૂટેજ અને સમગ્ર મામાલાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે.

error: