સ્માર્ટફોન એક એવું ગેજેટ બની ગયું છે જેના વિના આપણે એક દિવસ પણ ચાલે નહીં પણ જો ફોનને કઈ થઈ જાય તો આપણે પરેશાનીમાં મુકાઈ જઈએ છે. ત્યારે જો કદાચ તમારા ફોનમાં ચાર્જિંગ થતુજ બંધ થઈ જાય તો ! તો તે એક દુઃસ્વપ્નથી ઓછું નથી અને જો તમારો ફોન બિલકુલ ચાર્જ થતો નથી, તો એવું લાગે છે કે જાણે તમારી આખી દુનિયા થંભી ગઈ હોય. આવી પરિસ્થિતિમાં શું કરવું કઈ સમજાતુ નથી. ત્યારે આવું ઘણી વખત બને છે ફોનમાં અચાનક ચાર્જિંગ થતુ જ બંધ થઈ જાય ત્યારે તેને તાત્કાલિક સર્વિસ સેન્ટર લઈ જતા પહેલા આટલું કરી જોઈ લેજો.
01
તમારા સ્માર્ટફોનનું કવર કાઢી ફોનને ચાર્જમાં મુકી જોવો. તમારું ફોન કવર ચાર્જિંગ પોર્ટની આસપાસ અવરોધો ઉભા કરી શકે છે જેના કારણે ચાર્જિંગ કેબલ યોગ્ય રીતે કનેક્ટ થતા નથી.
02
જો આપણો ફોન પાણીના સંપર્કમાં આવે છે, ત્યારે ચાર્જ થવાનું બંધ કરી શકે છે. જો તમારા ફોનના ચાર્જિંગ પોર્ટમાં ભેજ હોય તો મોટાભાગના સ્માર્ટફોન ચાર્જ થતા નથી. ત્યારે પહેલા ચેક કરી લો અને ભેજ દૂર થાય તે પછી ચાર્જ કરી જોવો.
03
ઘણી વખત ગરમીના કારણે ફોન બેટરીને બચાવવા માટે ચાર્જ થવાનું બંધ કરી દે છે. આવી સ્થિતિમાં, તમારા ફોનને ઠંડી જગ્યાએ રાખો અને તે ઠંડુ થયા પછી તેને ફરીથી ચાર્જ કરો.
04
તમારા સ્માર્ટફોનના કેબલને નુકસાન થયું હોય. આથી બીજા અલગ ચાર્જર અથવા કેબલ વડે ચાર્જ કરી જુઓ ફોન ચાર્જ થાય તો તમારે તમારું ચાર્જર કે કેબલ બદલાવો પડી શકે છે.
05
પ્લગ અથવા સોકેટ સાથે કોઈ સમસ્યા નથી ને એ પણ તપાસો, જો પ્લગ અથવા સોકેટ યોગ્ય રીતે કામ કરતું નથી, તો તમારો ફોન ચાર્જ થશે નહીં.
06
ચાર્જિંગ પોર્ટમાં ધૂળ કે ગંદકી ભરાય જાય છે. જો આવું થાય, તો તેને પ્લાસ્ટિક ટૂથપીક અથવા સંકુચિત હવા જેવી નરમ વસ્તુથી કાળજીપૂર્વક સાફ કરો.
07
આ સિવાય તમે ફોનને રિ-સ્ટાર્ટ કરીને પણ જોઈ શકો છો. છેલ્લે, જો આ બધુ કર્યા પછી પણ ફોન ચાર્જ ન થાય તો તો તમારા ફોન બ્રાન્ડની કસ્ટમર કેરમાં સંપર્ક કરવાનો પ્રયાસ કરો.