Satya Tv News

બિહારના ભાગલપુરમાં આજે (1 ઓક્ટોબર) કચરાના ઢગલા પાસે અચાનક વિસ્ફોટ થયો છે, જેમાં સાત બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટ શહેરના હબીબપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખિલાફત નગર વિસ્તારમાં થયો છે. ઘટના જોઈ એવું લાગે છે કે, બાળકોએ અજાણતાં વિસ્ફોટક જેવી વસ્તુને સ્પર્શ કર્યો હશે.

તેમણે કહ્યું કે, આ ઘટનામાં સાત બાળકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ત્રણ બાળકો ગંભીર ઈજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. ફોરેન્સિક નિષ્ણાતો તેમજ ડોગ સ્ક્વોડની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. બંને ટીમોએ કચરાના ઢગલામાં કોઈ વિસ્ફોટક સામગ્રી હોવાની શંકાના આધારે તપાસ કરી હતી.પોલીસ અધિકારીએ કહ્યું કે, આ કેસની તપાસ કરવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની પણ રચના કરાઈ છે. અધિકારીઓ સ્થળ પરથી મળી આવેલ વિસ્ફોટક સામગ્રીની સ્થિતિ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બોંબ દેશી બનાવટનો હતો કે ફટાકડાના કારણે ધડાકો થયો છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.

error: