Satya Tv News

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વનડે વર્લ્ડકપ 2023 બાદ ક્રિકેટના મેદાનથી દુર છે. ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર શમી વર્લ્ડકપમાં ઈજા સાથે રમ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના પગની સર્જરી કરાવી છે. અંદાજે એક વર્ષ થયા બાદ તે હજુ પણ ક્રિકેટથી દુર છે. આ વચ્ચે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે, મોહમ્મદ શમી પોતાની દિકરીને મળ્યો હતો. હવે તેની બંગાળની રણજી ટ્રોફીમાં પસંદગી થઈ છે. તે નેટ્સમાં બોલિંગ કરતો જોવા મળશે. હાલમાં તો તે પોતાની દિકરી સાથે સમય પસાર કરી રહ્યો છે. જેને લાંબા સમય બાદ મળ્યો છે.

મોહમ્મદ શમીએ પોતાની દિકરીને મળવા પર એક ભાવુક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ કરી છે. જ્યારે મે તેને લાંબા સમય બાદ જોઈ તો આટલી મોટી થઈ ગઈ. બેબો. વીડિયોમાં જોઈ શકાય છે કે, મોહમ્મદ શમી પોતાની દિકરીને શોપિંગ કરાવી રહ્યો છે. જેમાં તેમની દિકરી આયરા કપડા અને શૂઝની સાથે મેકઅપની પણ ખરીદી કરી રહી છે.

error: