BSNL એ ફરી એકવાર યુઝર્સને ચોંકાવવાની તૈયારી કરી છે. સરકારી ટેલિકોમ કંપની હાલમાં યુઝર્સને સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. કંપની ટૂંક સમયમાં સસ્તા સ્માર્ટફોનના યુઝર્સના સપનાને સાકાર કરવા જઈ રહી છે. ભારત સંચાર નિગમ લિમિટેડના આ પગલાથી ખાનગી ટેલિકોમ ઓપરેટર્સ એરટેલ અને જિયોની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ બંને કંપનીઓ યુઝર્સને સસ્તા દરે સ્માર્ટફોન ઓફર કરી રહી છે. ત્યારે Jioને મોટો ઝટકો લાગી શકે છે.BSNL ઇન્ડિયાએ તેના સત્તાવાર X હેન્ડલ પરથી તેના સ્થાપના દિવસને લગતી એક પોસ્ટ શેર કરી છે. સરકારી કંપનીએ તેની પોસ્ટમાં કહ્યું કે BSNL એ કાર્બન સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં યુઝર્સને ભારત 4G કમ્પેનિયન પોલિસી હેઠળ વિશિષ્ટ સ્માર્ટફોન ઓફર કરવામાં આવશે. કંપનીએ તેની પોસ્ટમાં જણાવ્યું છે કે તે 4G સ્માર્ટફોન યુઝર્સને સસ્તા દરે સ્માર્ટફોન આપશે.