Satya Tv News

દાહોદ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં રેકોર્ડ બ્રેક 12 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાની સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યુ છે કે ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબુત ચાર્જશીટ ફાઇલ કરી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કેસ પર સીધી નજર રાખી રહ્યા છે. કુલ 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને 150 જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા છે.

ચાર્જશીટમાં Digital evidence, Forensic DNA analysis, Forensic Biological analysis નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા વિશેષ બાબત એ છે કે આ વખતે એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે.
ક્રાઇમ દરમ્યાન આવા કોષો મળી આવે ત્યારે ડીએનએ પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું ડીએનએ આ કોષો સાથે મેળ ખાતું હોય તો તે વ્યક્તિના ગુનામાં સંડોવાણી પુષ્ટિ થાય છે. આ તકનીક દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ સબુતોનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે.

error: