વડોદરામાં ચોથી ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઇએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખસ દ્વારા મેઇલ કર્યો હતો. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી. આ અંગે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી. આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ એરપોર્ટ પહોંચી ગયા હતા અને બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. જો કે, કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી.