Satya Tv News

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જે સમગ્ર ભારતનું સૌથી મોટું શિક્ષક સંગઠન છે જેમાં પ્રાથમિક થી વિશ્વ વિદ્યાલય સુધી ના શિક્ષકો લાખો ની સંખ્યામાં જોડાયેલા છે એની રાષ્ટ્રીય કારોબારી બેઠક ચાર ઓક્ટોબર થી શરૂ થઈ વિવિધ પ્રકારના ઠરાવો તથા સંગઠનાત્મક વૃત્ત નિવેદન તથા મહામંત્રી પ્રતિવેદન બાદ દેશભરમાં થી આવેલા મોટીસંખ્યામાં અપેક્ષિત પદાધિકારીઓ ની ઉપસ્થિતીમાં સાધારણ સભા યોજાઇ જેમાં સંગઠન ના બંધારણ મુજબ દર ત્રણ વર્ષે યોજાતી નવા પદાધિકારીઓ ની‌ ચુંટણી યોજવામાં આવી સૌ પ્રથમ સંગઠન ના વરીષ્ઠ ઉપાધ્યક્ષ દ્વારા ત્રણ વર્ષ અગાઉ ની રાષ્ટ્રીય કારોબારી ને રદ કરવામાં આવી ત્યારબાદ ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત થયેલા શ્રી બાલકૃષ્ણ ભટ્ટ ( કર્ણાટક ) એ સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પુરી કરી જેમાં આવેલ દરખાસ્તો, ટેકો તથા સર્વોનુમતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ના ભારતના હોદેદારો ની ચૂંટણી અને વરણી કરવામાં આવી ગુજરાત સંગઠનની મજબુતાઈ ને ધ્યાનમાં રાખીને ગુજરાત ને મળ્યું રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન ગુજરાતના સચિવને રાષ્ટ્રીય સ્તરે અખિલ ભારતીય દાયિત્વ સોંપવામાં આવ્યું ભીખાભાઈ રેવાભાઈ પટેલની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ (પ્રાથમિક સંવર્ગ રાષ્ટ્રીય અધ્યક્ષ ) તરીકે નિમણુક કરવામાં આવી છે.જે બદલ નર્મદા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ જાદવ મહામંત્રી મહેન્દ્રભાઈ વસાવા પ્રભારી મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી સહિત તમામ હોદ્દેદારો તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે એમ પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયું છે.

error: