TRB જવાનો પગાર વધારા સહિતની માગને લઇ આંદોલનના રસ્તે ઉતર્યા છે. TRB જવાનો ફિક્સ પગારને લઇ છેલ્લા અનેક સમયથી પગાર વધારાની માગ કરી રહ્યા હતા.. જો કે સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામાં ન આવતાં આખરે ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવતા TRB જવાનોએ હડતાળ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ પણ TRB જવાનોએ પગારવધારાની માગ કરતાં અનેક કર્મચારીઓને છૂટા કરવાની ચીમકી અપાઇ હતી. જો કે ચૂંટણી સમયે TRB જવાનોને પગાર વધારો આપવાનો પણ વાયદો કરાયો હતો. જો કે સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગારવધારો ન કરાતાં આખરે TRB જવાનોએ ફરી ઉગ્ર આંદોલન અને હડતાળ યોજવાનું આયોજન કર્યું છે. TRB જવાનોને રોજના રૂપિયા 300 લેખે મળતા પગારની સામે રૂપિયા 500 પગાર ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે.