Satya Tv News

પ્રસિદ્ધ કોમેડિયન અને એક્ટર કોમેડિયન અતુલ પરચુરેનું 57 વર્ષની વયે મુંબઈમાં અવસાન થતાં ફિલ્મી જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી. તેઓ છેલ્લાં ઘણા સમયથી કેન્સરથી પીડિતા હતા, વચ્ચે તેમને સારુ થઈ ગયું હતું પરંતુ થોડા દિવસોથી કેન્સરે તેમને ફરી ભરડામાં લીધા હતા અને આજે તેઓ દુનિયા છોડીને ચાલ્યાં ગયાં છે. તેમના અવસાનથી ફિલ્મી જગતમાં શોકની લહેર દોડી ગઈ હતી.અતુલે હિન્દી સિનેમામાં પણ ઘણા મહત્વપૂર્ણ પાત્રો ભજવ્યા હતા. તેમણે શાહરૂખ ખાનની બિલ્લુ, સલમાન ખાનની પાર્ટનર અને અજય દેવગનની ઓલ ધ બેસ્ટમાં પોતાની કોમેડેથી બધાનું દિલ જીતી લીધું હતું. આ ઉપરાંત તેમણે ક્યૂંકી, સલામ-એ-ઈશ્ક, કલયુગ, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની અને ખિચડી જેવી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓ તેમની પાછળ પત્ની અને પુત્રીઓ મૂકીને ગયાં છે.

error: