Satya Tv News

હાઈ કોલેસ્ટ્રોલના દર્દી નાસ્તામાં ઓટ્સને જરૂર સામેલ કરે. ઓટ્સ ખાવાથી હાર્ટ અને તમારી ઓવરઓલ હેલ્થમાં સુધાર થાય છે. ઓટ્સ નાસ્તા માટે સારો વિકલ્પ છે. ઓટ્સમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, તેમાં સોલ્યુબલ ફાઇબર હોય છે અને ડાઇજેસ્ટિવ ટ્રેક્સ હોય ચે, જે એલડીએલ કોલેસ્ટ્રોલથી અટેચ થઈ જાય છે. તે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે. ઓટ્સને વજન ઘટાડવા માટે એક સારો નાસ્તો માનવામાં આવે છે. તે મોટાપો ઘટાડવાની સાથે બ્લડ સુગર લેવલને પણ કંટ્રોલ કરે છે. નાસ્તામાં ઓટ્સ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ઓટ્સમાં જે ફાઇબર હોય છે, તેનાથી પેટ સારી રીતે સાફ થઈ જાય છે અને ગટ હેલ્થમાં સુધાર થાય છે. જે વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે.

ઓટ્સ એક લો કેલેરી ફૂડ છે. તેમાં ફેટની માત્રા ન બરાબર હોય છે. ઓટ્સ વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે. ઓટ્સને વિટામિન બી1, બી2, બી3, બી5, બી6 નો સારો સોર્સ માનવામાં આવે છે. આ સિવાય ઓટ્સ ખાવાથી આયરન, ઝિંક, કોપર, મેંગનીઝ, મેગ્નીશિયમ, ફાસ્ફોરસ અને સેલેનિયમ મળે છે.

error: