Satya Tv News

બહરાઇચ હિંસામાં જીવ ગુમાવનાર રામ ગોપાલ મિશ્રા સાથે બર્બરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે વિગતો સામે આવી છે તે હૃદય કંપાવનારી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ હત્યારાઓએ , 22 વર્ષીય રામ ગોપાલ મિશ્રાની હત્યા પહેલા તેની સાથે ક્રૂરતાપૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઈલેક્ટ્રીક શોક અને હેમરેજને કારણે મોત થયાનો ઉલ્લેખ છે. તેના શરીર પર 35 છરાના- ઈજાના નિશાન છે. જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેને ભરૂઆ કારતૂસથી ગોળી મારવામાં આવી હતી. માથા, કપાળ અને હાથ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલાના નિશાન પણ છે.આટલું જ નહીં રામ ગોપાલના અંગૂઠાના નખ પણ ખેંચી લેવામાં આવ્યા હતા. અંગૂઠા આ વાતની સાક્ષી આપતા હતા. તેને મારવા માટે વીજ કરંટ પણ આપ્યો હતો. આંખો પાસે ધારદાર વસ્તુ વડે ઊંડો ઘા કરવામાં આવ્યો હતો.

બહરાઈચ જિલ્લાના મહસી તહસીલના મહારાજગંજમાં દુર્ગા માતા મૂર્તિ વિસર્જન દરમિયાન આરોપીઓએ રામ ગોપાલનું અપહરણ કરીને તેની હત્યાને અંજામ આપ્યો હતો. રામગોપાલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા જાણવા મળ્યું કે ગોળી મારતા પહેલા રામ ગોપાલને ગંભીર રીતે માનસિક અને શારીરિક ત્રાસ આપીને બર્બરતા પૂર્વક રહેંસી નાંખ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઈલેક્ટ્રીક શોક અને ઘાવમાંથી વધુ પડતા લોહી વહી જવાને કારણે રામ ગોપાલને બ્રેઈન હેમરેજ થતાં તેનું મોત થયું.

error: