Satya Tv News

ઈન્ટરનેશનલ ક્રિકેટને છોડી દેનાર ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ ભલે હવે રાજકારણમાં આવી ગયા હોય અને સાંસદ બની ગયા હોય, પરંતુ તેની વિસ્ફોટક બેટિંગમાં કોઈ કમી આવી નથી. પઠાણે ગઈકાલે રાત્રે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ફાઈનલમાં શાનદાર બેટિંગ કરી પોતાની ટીમને હારમાંથી બહાર કાઢી પણ ટીમને જીતાડી શક્યો ન હતો. શ્રીનગરમાં રમાયેલા કોણાર્ક સૂર્ય ઓડિશાના સ્ટાર યુસુફ પઠાણે સધર્ન સુપર સ્ટાર્સ સામેની ફાઇનલમાં માત્ર 38 બોલમાં 85 રન ફટકાર્યા હતા, પરંતુ તે પોતાની ટીમને ચેમ્પિયન બનાવી શક્યો ન હતો.

યુસુફ જ્યારે 10મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ તેણે પોતાની વિસ્ફોટક અંદાજનો પરચો આપી દીધો હતો. 16મી ઓવરમાં યુસુફે સુબોધ ભાટીની ઓવરમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી કુલ 24 રન બનાવ્યા હતા. જેમાં સતત ચાર બોલમાં બે છગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ટીમને છેલ્લી બે ઓવરમાં 35 રનની જરૂર હતી અને તે પછી યુસુફનું બેટ ગરજ્યું હતું. તેણે 19મી ઓવરમાં સ્પિનર ​​પવન નેગીની ઓવરમાં ચાર સિક્સર અને એક ફોર ફટકારી હતી, જેમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર સતત ત્રણ સિક્સર ફટકારી હતી. આ રીતે ઓવરમાં કુલ 28 રન થયા હતા. આ રીતે તેણે 2 ઓવરમાં 52 રન બનાવ્યા હતા.

છેલ્લી ઓવરમાં માત્ર સાત રનની જરૂર હતી, પરંતુ ચતુરંગા ડી સિલ્વાએ મેચ બદલી દીધી હતી. છેલ્લા બોલ પર પઠાણ સ્ટ્રાઇક પર હતો, પરંતુ તે માત્ર એક રન લઈ શક્યો અને બીજો રન બનાવવાના પ્રયાસમાં રનઆઉટ થયો. આ રીતે મેચ ટાઈ થઈ ગઈ હતી.

error: