Satya Tv News

હમાસ આતંકી સંગઠનના ચીફ યાહ્યા સિનવારનો મૃત્યુ પહેલાનો વીડિયો સામે આવ્યો,યાહ્યા સિનવાર છેલ્લા શ્વાસ સુધી ઇઝરાયલી સૈનિકો સામે લડતો રહ્યો. જેનો વીડિયો સામે આવ્યો છે. ગાઝામાં સિનવાર અને તેના સાથીઓ અને ઇઝરાયલી સૈનિકો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. જે પછી યાહ્યા સિનવાર એક જર્જરિત ઇમારતમાં જઈને છુપાઈ જાય છે. તે ઘાયલ દેખાય છે. ધૂળ અને રાખથી ઢંકાઈ ગયેલા દેખાય છે. ચહેરો નકાબથી ઢાંકેલો છે. ઇઝરાયલના સૈનિકો યાહ્યા ઇમારતમાં છે કે નહીં એ ચેક કરવા માટે અંદર ડ્રોન મોકલે છે. જ્યારે ડ્રોન અંદર જાય છે ત્યારે સિનવાર સોફા પર બેઠેલો દેખાય છે.

ડ્રોન જોઈને સિનવાર શાંત બેસી રહે છે. થોડીવાર સ્થિર બેસી રહીને તે ડ્રોન નજીક આવવાની રાહ જુએ છે. આ પછી તે ડાબા હાથથી ડ્રોન તરફ ડંડો ફેંકે છે. તેના જમણા હાથમાં ઈજા થઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેમાં કોઈ હિલચાલ દેખાતી નથી. ડંડો ડ્રોન તરફ આવે છે પરંતુ ડ્રોન ઓપરેટર ડ્રોનને બીજી દિશામાં લઈ જઈને દંડાથી બચાવે છે. આ પછી ડ્રોન ત્યાંથી ખસી જાય છે. ત્યારબાદ ઇઝરાયલી સેનાએ ઈમારત પર ટેન્કમાંથી શેલ છોડ્યા. તેને ઠાર મારી નાખ્યો. જેની પાછળથી પુષ્ટિ કરવામાં આવી.

ઇઝરાયલ અત્યાર સુધી હમાસ અને હિઝબુલ્લાહના ટોચના નેતાઓને ખતમ કરી ચૂક્યું છે. ગાઝા પટ્ટીમાં હમાસની કમર સંપૂર્ણપણે તૂટી ગઈ છે. તેના છેલ્લા મોટા નેતા યાહ્યા સિનવાર પણ ગુરુવારે બે સાથીઓ સાથે ઇઝરાયલના હુમલાનો શિકાર બની ગયા. આ વાતની પુષ્ટિ પણ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કરી છે. આ પછી ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક મોટી જાહેરાત પણ કરી. તેમણે હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા બાદ ગાઝાના લોકોને સંબોધિત કર્યા.

error: