Satya Tv News

મધ્ય પ્રદેશના ભોપાલમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં લાઉડ મ્યુઝિકના કારણે 13 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટના ગત સોમવારે બની હતી. દુર્ગા મૂર્તિના વિસર્જન માટે કાઢવામાં આવેલ ઝાંખી દરમિયાન દુર્ગા ચોકમાં મ્યુઝિક સિસ્ટમ પાસે ઊભેલો પાંચમા ધોરણનો વિદ્યાર્થી સમર બિલ્લૌર લાઉડ મ્યુઝિકના કારણે બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો. તેને જે બે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો તે ડોકટરોએ જણાવ્યું કે લાઉડ અવાજના કારણે બાળકના હૃદયના ધબકારાં બંધ થઈ જવાથી તેનું મૃત્યુ થઈ ગયું છે. જોકે, બાળકનું પોસ્ટમોર્ટમ કરાવવામાં નથી આવ્યું.બાળકની માતાએ જણાવ્યું કે, ઝાંખી નીકાળતી વખતે બાળક મ્યુઝિક સિસ્ટમ પાસે જ ઊભો હતો. બીજી તરફ શુક્રવારે મધ્ય પ્રદેશ માનવ અધિકાર આયોગે પોલીસ કમિશનરને આ મામલે તપાસ કરવા અને મ્યુઝિક સિસ્ટમના સંચાલક સામે કાર્યવાહી કરવા માટે કહ્યું છે. આ કેસમાં પોલીસ ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.

error: