Satya Tv News

અંકલેશ્વર GIDCમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળોકારોબાર ઝડપાયો છે. GIDCમાં આવેલી અવસર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાંથી ડ્રગ્સના મોટા જથ્થાને સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ઝડપી પાડ્યો છે, આ ડ્રગ્સની 250 કરોડની કિંમત આંકવામાં આવી છે.પોલીસે દરોડા દરમ્યાન 14.10 લાખનું MD ડ્રગ્સ, 427 કિલો અન્ય શંકાસ્પદ ડ્રગ્સને FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય બે આરોપીઓને દબોચ્યા છે. પોલીસ તપાસમાં એ સામે આવ્યું છે કે આ કંપનીનો માલિક વિદેશમાં વસવાટ કરે છે.

error: