ઇઝરાયલે લેબનોનના મધ્ય બેરૂતમાં મિસાઇલથી હુમલો કરીને ઇમારતને ધ્વસ્ત કરી દીધી. જો કે ઇમારતને ધ્વસ્ત કરવા માટે તેના પર હુમલો કરતા પહેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તમામ લોકોને સુરક્ષિત સ્થળે મોકલ્યા બાદ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઇમારતનો ઉપયોગ આતંકીઓ કરતા હોવાની આશંકા હતી. આતંકીઓ આ બિલ્ડીંગનો ઉપયોગ કરતા હોવાથી કાર્યવાહી કરવામાં આવી, જેમાં IDF લગાવીને બિલ્ડિંગને તોડી પાડવામાં આવી. ઇમારતની નીચે ટનલ છે, જેનો આતંકીઓ ઉપયોગ કરી રહ્યા છે. આતંકીઓને આશરો ન મળે એ માટે ઇઝરાયલે આ કાર્યવાહી કરી. આ બિલ્ડિંગ તોડી પાડવાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે, કેવી રીતે આ 10-11 માલની બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ સેકન્ડોમાં જ ધ્વસ્ત થઈ ગઈ.
ઇઝરાયલ સતત લેબનીઝ શહેરોને નિશાન બનાવી રહ્યું છે, જ્યાં ઇઝરાયલની સેના બોમ્બમારો કરી રહી છે. આ હુમલાઓમાં સામાન્ય લોકોના પણ મોત થઈ રહ્યા છે. ઇઝરાયેલી સેના સતત હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કરી રહી છે. ઇઝરાયલે હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહને પણ માર્યો છે અને તેના સિવાય તેના ઘણા કમાન્ડરો પણ માર્યા ગયા છે. હવે ઈરાન સાથે પણ ઇઝરાયલનો તણાવ વધી રહ્યો છે, તો ઇઝરાયલ ઈરાની મિસાઈલ હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે.