તાપીના ઉચ્છલમાં હોડીમાં અંતિમ યાત્રા નીકળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઉચ્છલના નારણપુર ગામે લો – લેવલ બ્રિજ પર ઉકાઈ જળાશયનું પાણી ફરી વળ્યું છે. પાણીનો પ્રવાહ વધવાના કારણે સ્થાનિકોની સમસ્યામાં વધારો થયો છે.નદીના સામે કિનારે સ્મશાન આવેલા હોવાના કારણે મૃતકના અગ્નિસંસ્કાર કરવામાં માટે સ્થાનિકોને મજબૂરીમાં હોડીમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.સ્થાનિકોએ હોડીમાં બેસીને યુવતીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.