Satya Tv News

સીતાફળમાં વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-બી, આયર્ન અને કેલ્શિયમ પણ મળી આવે છે. આ ઉપરાંત તેમાં બળતરા વિરોધી અને એન્ટિ-ફંગલ ગુણો જોવા મળે છે. જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.સીતાફળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. જે પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. જેના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા રહેતી નથી. તેની સાથે તેમાં ટેનીન નામનું એન્ઝાઇમ પણ હોય છે, જે લૂઝ મોશનને કંટ્રોલ કરે છે.સીતાફળનું સેવન કરવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે.સીતાફળમાં ફાઈબર વધારે હોવાના કારણે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. જેના કારણે ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે.

સીતાફળમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે. જે ત્વચાને ખીલ, પિમ્પલ્સ, ત્વચાના પિગમેન્ટેશન, ડાઘ વગેરેથી રાહત આપે છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. જે ખીલને ફેલાતા અટકાવે છે.સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ જોવા મળે છે, જે હૃદયના સ્નાયુઓને ઘટાડે છે. તેનું સેવન કરવાથી હાર્ટ એટેક અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે અને ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. સીતાફળનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. જેના કારણે શરીર અનેક રોગોથી સુરક્ષિત રહે છે.

error: