જીશાન સિદ્દીકી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને NCP ચીફ અજિત પવારની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. ખાસ વાત એ છે કે જીશાને આ પગલું તેના પિતા બાબા સિદ્દીકીની હત્યાના થોડા દિવસો બાદ ઉઠાવ્યું છે. મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.
જીશાને MVA પર તેના પિતાની હત્યા બાદ તેને એકલો છોડી દેવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું, ‘મારા અને મારા પરિવાર માટે આ ખૂબ જ ભાવનાત્મક દિવસ છે. હું અજિત પવાર, પ્રફુલ પટેલ અને સુનિલ તટકરેનો આ મુશ્કેલ સમયમાં મારામાં વિશ્વાસ રાખવા બદલ આભારી છું. મેં બાંદ્રા પૂર્વથી ઉમેદવારી નોંધાવી છે. મને વિશ્વાસ છે કે લોકોના પ્રેમ અને સમર્થનથી હું ફરી એકવાર બાંદ્રા પૂર્વથી જીતીશ…’ઘડિયાળ’ ચૂંટણી ચિન્હ સાથે NCPમાં જોડાતા જ જીશાનને અજીત પવારે બાંદ્રા ઈસ્ટથી ટિકિટ આપી. આ ઉપરાંત ઇસ્લામપુરથી નિશિકાંત પાટીલ, તાસગાંવ-કવથે મહાકાલથી સંજયકાકા રામચંદ્ર પાટીલ, અનુશક્તિ નગરથી સના મલિક, વડગાંવ શેરીથી સુનીલ ટિંગ્રે, શિરૂરથી જ્ઞાનેશ્વર (મૌલી) કટકે અને લોહાથી પ્રતાપ પાટીલને ટિકિટ આપવામાં આવી છે.