અમદાવાદમાં વસ્ત્રાલની વિનાયક સોસાયટીમાં ઘરકંકાસમાં એક માસૂમ દીકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાસ્તવમાં અહીં કોઇ બાબતે માથાકૂટ બાદ પતિએ પત્ની અને દીકરીને માર માર્યો હતો. આ તરફ પત્ની અને દીકરીને પાઇપ વડે માર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત સાત વર્ષની દીકરીનું મોત નિપજ્યું છે. ઇજાગ્રસ્ત પત્નીને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, ઘર કંકાસને કારણે પતિએ માર માર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનાને લઈ પોલીસે પતિ દિલીપ કુશવાહાની શોધખોળ શરૂ કરી છે.
