જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં હાલમાં દિલજીત દોસાંઝનો એક કોન્સર્ટ હતો, જેમાં સિંગરને લાઈવ જોવા માટે ચાહકોની ભીડ ઉમટી હતી. કોન્સર્ટતો સફળ રહ્યું પરંતુ આ કોન્સર્ટ બાદ સ્ટેડિયમમાં હાલત ખુબ ખરાબ જોવા મળી રહી છે. સ્ટેડિયમમાં કચરાના ઢગલા પડેલા જોવા મળી રહ્યા છે. તેમજ રનિંગ ટ્રૈક પર નાસ્તો પડેલો જોવા મળી રહ્યો છો, ખુરશીઓ તુટી ગઈ તેમજ હર્ડલ્સ પણ તુટેલા જોવા મળ્યા હતા. જે ટ્રૈક પર રનિંગ માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ બધું જોઈ એથલીટ બેઅંત સિંહ ગુસ્સે થયા હતા. તેમણે એથોરિટીસ પર સવાલ ઉઠાવ્યા છે.
સિંગરને લાઈવ જોવા માટે ભારે ભીડ જોવા મળી હતી. બેઅંત સિંહએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જવાહરલાલ નેહરુ સ્ટેડિયમનો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં સ્ટેડિયમમાં દારુની બોટલ જોવા મળી હતી. હર્ડલ્સ, તેમજ ખુરશીઓ તુટેલી જોવા મળી હતી.ખેલાડીએ આરોપ લગાવ્યો કે, એથલીટને આગામી 10 દિવસ સુધી ટ્રેનિંગ કરવાની પરવાનગી પણ આપવામાં આવી નથી,વીડિયોમાં એથ્લિટે કહ્યું કે, તેમણે ફરિયાદ દિલજીત દોસાંઝથી નથી પરંતુ ઓર્ગેનાઈઝેશન સાથે છે. જેમણે ટ્રેનિંગ માટે છેલ્લા 7 દિવસથી સ્ટેડિયમ બંધ રાખ્યું હતુ. વીડિયોમાં તેમણે કહ્યું અહિ એથ્લિટો પ્રેક્ટિસ કરે છે પરંતુ લોકોએ દારુઓ પી નાચી અને પાર્ટી કરી, આ કારણે 10 દિવસ બંધ રહેશે. હર્ડલ રેસ જેવા રમતના સાધનો પણ તોડી નાંખવામાં આવ્યા છે. સામાન આમતેમ જોવા મળી રહ્યો છે.