સલમાન ખાનને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ ટ્રેન્ડ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે, પરંતુ થોડા મહિનાઓ પહેલા જ્યારે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીઓ ચલાવવામાં આવી હતી, ત્યારથી આ મામલો અટકવાના કોઈ સંકેત દેખાતો નથી.ગઈકાલે એટલે કે મંગળવારે મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલમાં એક મેસેજ આવ્યો. જેમાં એક અજાણ્યા વ્યક્તિએ ધમકી આપી અને મેસેજ મોકલનારા વ્યક્તિએ 2 કરોડ રૂપિયાની માગણી કરી છે. મેસેજમાં મોકલનારએ એમ પણ કહ્યું હતું કે જો તેને પૈસા નહીં મળે તો તે સલમાન ખાનને મારી નાખશે. ધમકીભર્યા મેસેજ મળ્યા બાદ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, પોલીસે પણ તરત જ આ મામલે તપાસ શરૂ કરી હતી.