મહારાષ્ટ્ર્માં ચૂંટણી લડવા માટે ઉમેદવારની નોંધણી કરાવવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર હતી. જોકે, મહારાષ્ટ્રના નાગપુરમાં સેન્ટ્રલ બેઠક પર નામાંકન દરમિયાન જોરદાર ડ્રામા જોવા મળ્યો હતો. કોંગ્રેસના પૂર્વ નેતા અને મંત્રી રહી ચુકેલા અનીસ અહેમદ બે મિનિટ મોડા પહોંચતા ઉમેદવારી નોંધાવી શક્યા ન હતાં. જેના માટે તેઓએ ઘણી મુશ્કેલીઓને કારણ જણાવ્યું, પરંતુ અધિકારીઓએ તેમની કોઈ વાત ન સાંભળી. નોંધનીય છે કે, નામાંકનનીની પ્રક્રિયા સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી શરૂ હોય છે.
કોંગ્રેસ સાથે ચાર દાયકા જૂનો સંબંધ તોડી અહેમદ વંચિત બહુજન અઘાડીમાં સામેલ થઈ ગયાં છે. મળતી માહિતી મુજબ, 3 વાગ્યે ડેડલાઇન ખતમ થઈ જવાથી રિટર્નિંગ અધિકારીએ નામાંકનનો સ્વીકાર ન હતો કર્યો. સવરથી લઈને અંતિમ સમય સુધી અહેમદની ગેરહાજરીના કારણે ઘણાં પ્રકારની અટકળો ચાલી રહી છે. અહેમદે અધિકારીઓને કારણ જણાવ્યું કે, તેઓને વાહનોની મુશ્કેલી, રોડ બંધ થવા, સુરક્ષા પ્રોટોકોલ અને છેલ્લી ઘડીએ દસ્તાવેજોના કામના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન તેઓએ પગમાં ઈજા થવાનું પણ જણાવ્યું. તેઓએ કહ્યું કે, એનઓસી લેતા, સર્ટિફિકેટ મેળવતા, રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખાતુ ખોલાવવામાં મને 2:30 વાગી ગયાં.