Skip to main content

Satya Tv News

ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી નાસિકમાં હતા અને અચાનક ત્યાં તેમની તબિયત બગડી. તેમને હાર્ટ એટેક આવ્યો છે. નાસિકમાં જ શ્રીજી હોસ્પિટલમાં તેમને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. મળતી માહિતી મુજબ હાલ તેમની તબિયત સુધારા પર છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. ત્યારે આવા સમયે કોંગ્રેસના પ્રચાર માટે પરેશ ધાનાણી ત્યાં ગયા હતા અને નાસિકમાં તેમની તબિયત બગડી. મળતી માહિતી મુજબ તબિયત બગડતા તેમને ત્યાંની શ્રીજી હોસ્પિટલ ખસેડાયા અને ત્યારબાદ ડોક્ટરની દેખરેખ હેઠળ તેમની તાબડતોબ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. હવે તેમની તબિયત સુધારા પર હોવાનું કહેવાય છે.

error: