Skip to main content

Satya Tv News

હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ લોકોની નજર હંમેશા નતાશા સ્ટેનકોવિક પર હોય છે. આ દિવસોમાં તે જ્યાં પણ જાય છે ત્યાં તેની સાથે એલેક્ઝાંડર એલેક્સ પણ જોવા મળે છે. વેકેશન હોય કે બોલિવૂડની કોઈ પાર્ટી કે આઉટિંગ, બંને ઘણીવાર સાથે જોવા મળે છે. તમને જણાવી દઈએ કે એલેક્ઝાન્ડર એલેક્સને દરેક લોકો દિશા પટણીના રુમર્ડ બોયફ્રેન્ડ તરીકે ઓળખે છે.એલેક્ઝાન્ડર એલેક્સ વેબ સીરીઝ ‘ગિરગિટ’માં જોવા મળી ચૂક્યો છે. દિશા પટણી અને ટાઈગરના બ્રેકઅપના ઘણા સમાચાર હતા, જ્યારે એલેક્ઝાન્ડર એલેક્સ અભિનેત્રી સાથે ખૂબ જોવા મળ્યો હતો. જ્યારથી નતાશા અને હાર્દિકના અલગ થવાના સમાચાર આવ્યા છે ત્યારથી એલેક્ઝાન્ડર નતાશા બધી જ જગ્યાએ જોવા મળી રહ્યો છે.

નતાશાને ગઈકાલે રાત્રે અંશુલ ગર્ગની દિવાળી પાર્ટીમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફરી એકવાર બંને અહીં સાથે જોવા મળ્યા હતા. એલેક્ઝાન્ડર એલેક્સે તેના સોશિયલ મીડિયા પર કેટલીક ઝલક પણ શેર કરી છે. એક રીલમાં, નતાશા પહેલા એલેક્ઝાન્ડરના કુર્તાને એડજસ્ટ કરતી જોવા મળે છે અને પછી બંને મ્યુઝિક પર ડાન્સ કરવા લાગે છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે નતાશા બ્લેક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ પ્રસંગે એલેક્ઝાન્ડરે કાળો કુર્તો-પાયજામાં પહેર્યા છે. આ વીડિયોની શરૂઆતમાં નતાશા પ્રેમથી તેના મિત્રના આઉટફિટને ઠીક કરે છે, પછી બંને એકસાથે ડાન્સ કરવા લાગે છે.

error: