Satya Tv News

આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાજનૈતિક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષિત નથી. દિવાળી વેકેશન હોય મોટાભાગના કર્મચારીઓ રજા પર છે. ત્યારે કાર્યાલયની દેખભાળ કરતો કર્મચારી બપોરે કાર્યાલયને તાળુ મારીને પોતાના સંબંધીને ત્યાં ગયો હતો. સાંજે 7 વાગ્યે કાર્યાલય પર પરત ફરતા પાર્ટી કાર્યાલયના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં હતું. ત્યારબાદ આ કર્મચારી દ્વારા પાર્ટીના અન્ય પદાઘિકારીઓને જાણ કરાતા તેઓ કાર્યલય પર પહોંચ્યા હતા અને 100 નંબર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી.

હાલ કાર્યાલયમાંથી શું ચોરાયુ છે તેની તપાસ કરી રહ્યા છીએ. પરંતુ એક વિપક્ષી પાર્ટીના કાર્યાલયમાં ચોર પૈસાની લાલચે તો આવ્યા નહીં જ હોય. અમને શંકા છે કે, પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટા ચોરીના આશયથી ચોરી કરવામાં આવી છે. ગતરાત્રે પોલીસ કાર્યાલય પર પ્રાથમિક તપાસ કરી ગઈ છે. આજે વિગતો સાથે પાર્ટી દ્વારા FIR નોંધવા માટે ફરિયાદ આપવામાં આવશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ચેમ્બરમાંથી અગત્યના ડોક્યુમેન્ટ ચોરી થવાની આશંકા છે.

error: