Satya Tv News

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ આજરોજ એટલે કે તારીખ 5 નવેમ્બરના રોજ વિરમગામ પાસે દારૂ ભરેલી ગાડી રોકવા જતા હતા તે દરમિયાન ગાડી ચાલકે તેમના પર બેફામ રીતે ગાડી ચડાવી દીધી હતી. જેના કારણે PSI જે.એમ. પઠાણને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું છે.પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા હાલ આ અંગે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. આ બુટલેગર કોણ હતો તથા ક્યાંથી દારૂ ભરી લાવીને ક્યાં લઈ જઈ રહ્યો હતો તે મામલે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

પીએસઆઇ મોડી રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ દસાડાથી પાટડી રોડ પર કઠાડા ગામ પાસે હતા. તે દરમિયાન તેમને દારૂની બાતમી મળી હતી. જેને લઇ તેઓ બુટલેગરોને પકડવા માટે એસએમસી ની ટીમના માણસો સાથે રોડ બ્લોક કરીને ઉભા હતા. આ દરમિયાન પાટડી તરફથી ક્રેટા કાર ટેલર ની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા રોકાઇ ન હતી, આ વખતે ટેલરના પાછળના ભાગે SMC ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી તેમની લાઈટ જોઈ એસએમસીના પી.એસ.આઇ બચવા જતા ટેલરના પાછળના ભાગે અથડાઈ ગયા હતા. જેમાં માથામાં ગંભીર ઇજા થતા તેમનુ મૃત્યુ નિપજ્યું હતુ.

error: