Satya Tv News

રાજકોટ એસટી વિભાગ હેઠળ હવે 17 હોટલ પર એસટીની વોલ્વો અને એક્સપ્રેસ બસો સ્ટોપ કરે છે. છેલ્લાં બે વર્ષમાં એસટી વિભાગના નિયમોનું પાલન ન કરનારી 7 હોટલને આ રીતે સ્ટોપ લિસ્ટમાંથી હટાવી દીધી છે.રાજકોટથી અમદાવાદ, ભાવનગર અને જૂનાગઢ તેમજ ધ્રાંગધ્રાથી ભુજ સહિતના રૂટ ઉપર હોટલ પર એસટીની વોલ્વો અને એક્સપ્રેસ બસોને સ્ટોપ આપવામાં આવે છે. રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું હતું કે, રાજકોટથી અમદાવાદ જતી વોલ્વોને લીંબડી પાસે મા ખોડલ કાઠિયાવાડી ઢાબા હોટલને સ્ટોપ આપવામાં આવ્યું હતું. જો કે, તેમાં મુસાફરોની ફરિયાદના આધારે અગાઉ આ હોટેલ સંચાલકને દંડ ફટકારવામા આવ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ તેમના દ્વારા ફૂડ ક્વોલિટી કે સફાઈમાં કોઈ સુધારો કરવામાં ન આવતા આ હોટેલનું સ્ટોપ રદ કરવામાં આવ્યું છે. અગાઉ આ હોટલને રૂ. 5,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

ગુજરાતના જુદા-જુદા રૂટ પર આવેલી હોટલના સંચાલકો ટેન્ડર મેળવી પછી બસદીઠ તેમની પાસેથી 150થી 300 રૂપિયા સુધીની રકમ લેવામાં આવે છે. આમ વાર્ષિક ધોરણે 15 કરોડની આસપાસની આવક થાય છે. STની નવી પોલિસીની કડક રીતે અમલવારી થાય એ માટે જે-તે રૂટ પરની નક્કી કરાયેલી હોટલનું લિસ્ટ ST બસના ડ્રાઇવર-કંડક્ટરને આપી દેવામાં આવે છે. ત્યાં જ બસ ઊભી રાખવી પડે છે. GPS મારફત બસ ક્યાં પહોંચી એ પણ ઉપરી અધિકારીઓ જાણી શકે છે. જ્યારે કોઈ બસ નક્કી કરેલી હોટલે ઊભી રહે ત્યારે બસના કંડક્ટરે જે-તે હોટલ પાસેથી ST નિગમ સાથે હોટલ-સંચાલકે નક્કી કરેલી રોકડ રકમ લઈને તેને ટિકિટ આપવાની રહે છે.

સ્ટોપેજ હોટેલ લિસ્ટ

01
સાઈ ફૂડ માંમોલ માલધારી

એન.એચ.8 પ્રશાંત

રાજ મહેલ એન્ડ ગેસ્ટ રાધે

હાઉસ શિક શક્તિ માધવ

શ્રી કૃષ્ણ તુલસી

અવધ એન્ડ રેસ્ટોરન્ટ

નંદન વન રાજરાજેશ્વરી

આરામ રામછાપરી

રેડિસન એન્ડ ગેસ્ટ હાઉસ

ક્રિષ્ના આર. એ. આર

error: