ફૂટબોલના લાઈવ મેચ દરમિયાન મેદાન પર અચાનક વીજળી પડી. આના કારણે એક ખેલાડીનું મોત થયું. આ દુઃખદ ઘટના પેરુની છે. પેરુના ચિલકામાં 3 નવેમ્બરે બે ડોમેસ્ટીક ક્લબ જુવેટડ બેલાવિસ્ટા અને ફેમિલિયા ચોકા વચ્ચે મેચ ચાલી રહી હતી. આ દરમિયાન આકાશમાંથી વીજળી ત્રાટકતા આ દુર્ઘટના બની હતી. આ ઘટનાએ ચાહકો સહિત દિગ્ગજોને પણ હચમચાવી દીધા છે. આ ઘટનામાં રેફરી સહિત અન્ય કેટલાક ખેલાડીઓ પણ ઘાયલ થયા છે.આ ઘટનામાં 40 વર્ષીય ગોલકીપર હુઆન ચોકા ગંભીર રીતે દાઝી ગયો હતો. તેના શરીર પર દાઝી જવાના નિશાન પણ છે. વીજળી પડ્યા પછી ઘાયલ થયેલા ખેલાડીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.