Satya Tv News

દિવાળીના અવસર પર રીલીઝ થયેલ અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’ અને કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 3’ ફિલ્મોને જોવા માટે દર્શકો થિયેટરોમાં જઈ રહ્યા છે અને બંને ફિલ્મો સારી એવી કમાણી કરી રહી છે. એવામાં ચોથા દિવસની કમાણીની વાત કરીએ તો અજય અને કાર્તિકની આ ફિલ્મોની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો છે.બંને ફિલ્મોની કમાણી ધીમી પડી છે પરંતુ ચાર દિવસની કમાણી પર નજર કરીએ તો ‘સિંઘમ અગેઇન’એ ‘ભૂલ ભુલૈયા 3’ને માત આપી દીધી છે. આમ છતાં બંને ફિલ્મોએ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

ભૂલ ભુલૈયા 3 ફિલ્મે પહેલા વીકેન્ડમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. અનીસ બઝમીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે પહેલા દિવસે 35.5 કરોડ રૂપિયા, બીજા દિવસે 37 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 33.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રિપોર્ટ અનુસાર ફિલ્મે ચોથા દિવસે 17.50 કરોડની કમાણી કરી છે અને આ સાથે જ કુલ કમાણી 123.50 કરોડ સુધી પંહોચી ગઈ છે.

‘સિંઘમ અગેઇન’એ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું અને ચોથા દિવસે ફિલ્મે 17.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ રીતે ફિલ્મનું ફૂલ કલેક્શન 139.25 કરોડ રૂપિયા થઈ ગયું છે.

error: