Satya Tv News

અમેરિકામાં નવી સરકાર બની ગઈ છે, પરંતુ ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. રવિવારે અલાબામાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ભયંકર ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 16 લોકો ઘાયલ થયા હતા. શૂટરની ધરપકડ કરવામાં આવી છે. અલાબામ કાયદા અમલીકરણ એજન્સીએ કહ્યું હતું કે મોન્ટગોમરીના જેક્વેઝ માયરિક(25)ને પરિસરમાં ગોળીબાર કર્યા બાદ કેમ્પસની બહારથી જ અરેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેની પાસે મશીનગન સાથે એક હેન્ડગન મળી આવી છે.

એજન્સીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માયરિક પર મશીનગન રાખવાનો ગંભીર આરોપ છે. તે બ્લેક યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે કે નહીં એ જણાવવામાં આવ્યું નથી, જ્યાં રવિવારે વહેલી સવારે ગોળીબાર થયો. અધિકારીઓએ કહ્યું હતું કે મૃત્યુ પામનાર 18 વર્ષનો યુવક યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો નહીં, પરંતુ ઘાયલોમાં અનેક વિદ્યાર્થી યુનિવર્સિટીના જ હતા.

રાજ્યની એજન્સીએ અગાઉ કહ્યું હતું કે 12 લોકો ગોળીબારનો ભોગ બન્યા હતા અને અન્ય ચાર ઘાયલ થયા હતા. એફબીઆઈ એની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે તેઓ લોકો પાસેથી માહિતી એકઠી કરી રહ્યા છે. એના માટે તેમણે ઘટનાસ્થળના વીડિયો અપલોડ કરવા માટે એક ઓનલાઇન સાઇટ બનાવી છે. ટસ્કેગી યુનિવર્સિટીએ ઘોષણા કરી છે કે આજે બધા જ ક્લાસ બંધ રહેશે.

error: