ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં 3 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ડરબનમાં વિસ્ફોટક બેટિંગથી મોટો સ્કોર સર્જનારી ટીમ ઈન્ડિયા પોર્ટ એલિઝાબેથમાં માત્ર 124 રનમાં જ ખખડી ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને પણ 124 રનનો સ્કોર પાર કરવા સુધી એક તબક્કે તો ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો, આમ છતા છતાં દક્ષિણ આફ્રિકાની ટીમે માત્ર 19 ઓવરમાં જીત માટેનો લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.હાર્દિક પંડ્યાની હોશિયારી પણ ટીમને મોંઘી પડી હતી. આમ છતા હાર્દિક પંડ્યાએ સૌથી વધુ રન તો બનાવ્યા પણ છેલ્લી ઓવરોમાં કરેલ ભૂલોના કારણે ટીમ અસફળ રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. જો હાર્દિકે હોશિયારી ના બતાવી હોત તો ટીમ ઈન્ડિયા 124 રનના સ્કોરમાં થોડા વધુ રન ઉમેરી શકી હોત.
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ઝડપથી સંજુ સેમસન, કેપ્ટન સૂર્યકુમાર યાદવ જેવા વિસ્ફોટક બેટ્સમેનોની વિકેટો ગુમાવી દીધી હતી. 45 રનમાં માત્ર 4 વિકેટ પડી હતી, ત્યારબાદ હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો હતો. આ દરમિયાન અક્ષર પટેલે કેટલાક શોટ ફટકારીને ઝડપથી રન બનાવ્યા હતા, પરંતુ તે રન આઉટ થયો.આ સમયે હાર્દિક પંડ્યાને રન બનાવવામાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. અક્ષર રન આઉટ થતાં અને રિંકુ સિંહની વિકેટ પણ પડી જતાં, આખી જવાબદારી હાર્દિક પંડ્યા પર આવી ગઈ, જેણે 28માં બોલ પર પોતાની ઇનિંગની પ્રથમ બાઉન્ડ્રી ફટકારી.
હાર્દિકે 5માં બોલ પર 2 રન અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યા હતા, પરંતુ આ રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાને ઘણા રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એવું નહોતું કે અર્શદીપ ખૂબ જ અનુભવી બેટ્સમેન હતો પરંતુ પ્રથમ બેટિંગ કરતી વખતે દરેક રન મહત્વપૂર્ણ છે અને કોઈપણ રીતે અર્શદીપે 6 બોલમાં 7 રન બનાવ્યા હતા જેમાં એક લાંબી સિક્સર પણ સામેલ હતી. હવે જો હાર્દિકે સ્ટ્રાઈક રોટેટ કરી હોત તો કદાચ સ્કોરમાં કેટલાક વધુ રન ઉમેરાયા હોત અને ટીમ ઈન્ડિયાની હારને ટાળી શકાઈ હોત. હાર્દિકે 45 બોલમાં 39 રન બનાવ્યા હતા.