Satya Tv News

બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં સર્જાઈ શકે છે મોટી ખાનાખરાબી! જેને કારણે ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વાવાઝોડાનો સંકટ…આગાઉ આ આગાહી અંબાલાલ પટેલ કરી ચુક્યા છે. ત્યારે આ ઉપરાંત અગાહીકાર અંબાલાલ પટેલે પશ્મિમી વિક્ષેપની આગાહી પણ કરી દીધી છે. જેના લીધે મોટા ભાગના ધંધા રોજગારને પણ અસર જશે.ગુજરાતના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે. હાલ પણ આગાહીકાર અંબાલાલ પટેલે ખુબ મોટી આગાહી કરી છે. આજથી જ બદલાઈ જશે ગુજરાતની હવા…અંબાલાલ પટેલે આપી દીધાં છે મોટી આફતના એંધાણ… અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. તા. 10 નવેમ્બરથી 14 નવેમ્બર દરમ્યાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતાઓ છે. તેમજ આ ડિપ્રેશનથી વાવાઝોડું પણ આવવાની શક્યતા રહેશે.અંબાલાલે કહ્યું કે, 22 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે.

અંબાલાલ પટેલ આગાહી કરી છેકે, આજથી ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે. ૧૭ થી ૨૦ નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષા ના કારણે ગરમી ઘટશે. ઉત્તર ગુજરાત ના ભાગોમાં આજથી ન્યૂનત્તમ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સિયસ થઈ શકે ઘઉં ના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નહી. હાલ વાવણી થાય તો જીરા, દિવેલા માં ગરમી ના કારણે ઉત્પાદન ઘટે. ૨૩ નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતિય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે.

error: