Satya Tv News

નામાંકિત વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ ગત 8 નવેમ્બરની સાંજે પોતાની બંદુકથી લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાંથી એક લાયસન્સ વાળી રિવોલ્વર રિકવર કરી હતી. સાથે જ આપઘાત પહેલાં સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ કર્યો હતો. જેમાં માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગરના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સમગ્ર મામલે પી.વી મુરજાણીની પત્નીએ આ બંને સામે ખંડણી અને દુષ્પ્રેરણા અંતર્ગત પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પત્ની જાગૃતિ મુરજાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. આ આખી ઘટનામાં માનેલી દીકરી કોમલ પોતાની જીદના કારણે હઠ પકડી અવારનવાર ઝઘડો કરતી હતી. જેના કારણે આ પગલું ભર્યું હોવાનું હાલમાં જણાઈ રહ્યું છે.આ આખી ઘટના બનવા પાછળ મિલકત અને માનસિક ત્રાસ અગત્યની ભૂમિકા ભજવે છે. જેની શરૂઆત વર્ષ 2023માં થઈ હતી. તે દરમિયાન પી.વી મુરજાણીએ ડભાસા પાસે પોતાનું મકાન મોર્ગેજ કરી બેંકમાંથી લોન લઈ જમીન ખરીદી હતી. આ જમીનમાં પેટ્રોલ પંપ માટે જૂન માસમાં ડીલરશીપ લીધી હતી. તે દરમિયાન માનેલી દીકરી કોમલનો જન્મ દિવસ હતો. કોમલે તે દરમિયાન જીદ કરી હતી કે તેનો જન્મ દિવસ આ પેટ્રોલ પંપ પર ડીજે સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે. તે દરમિયાન વાવાઝોડાની આગાહી હોવાથી જાગૃતિ બેને કોમલને પોતાના ઘરે આવતા સમજાવી હતી કે કોઇ નુકસાન થાય એના કરતા જન્મ દિવસ ઉજવી કેક કાપી કામદારોને વહેંચી બંને પરિવારો બહાર જઈશું.

પરંતુ તે ત્યાંથી ચાલી ગઈ હતી અને સાંજે પરત આવી અને કહેવા લાગી કે જે કહેવું હતું તે મને કહેવું હતું. સરને શા માટે કહ્યું તેમ કહીં બબાલ કરી હતી. જેથી આ બાબતે જાગૃતિબેને પતિને વાત કરી કે આટલી નાની બાબતમાં ઝઘડો કરે છે. તે દરમિયાન તેઓ લોન ભરપાઈ કરવાના ટેન્શનમાં રહેતા હતા. ત્યાર બાદ ઓક્ટોબર માસમાં પી.વી. મુજરાણીનો જન્મ દિવસ હોવાથી આણંદ પાસે રિસોર્ટમાં ઉજવણી નક્કી કરી હતી. તે દરમિયાન તેમની પત્ની સાથે હોવાના કારણે તે સ્ટેજ પરથી નીચે આવી ગુસ્સે થઈ ગઈ હતી. સાથે દિવાળીના સમયે ઓફિસમાં પૂજા બાબતે પણ તે ઝઘડો કરીને ઘરે નીકળી ગઈ હતી.

આ ઘટના પૂર્વે પી.વી મુરજાણીએ પોતાની પત્નીને કહ્યું હતું કે, મારી માનેલી દીકરી બરાબર નથી. તેને ઓફિસમાંથી હટાવવાનું નક્કી કર્યું છે. સાથે તેને મેગેઝિનમાંથી સ્વતંત્ર તરીકે પણ નામ હટાવવાનું વિચારી રહ્યો છું. પેટ્રોલ પંપવાળી જમીન વેચી અને આ મકાનની લોન ભરપાઈ કરી દઉં છું. ત્યાર બાદ તેમણે લાભ પાંચમે મર્સિડીઝ ગાડી ખરીદી હતી. તેમાં પણ ઝઘડો થયો અને પોતાની પત્નીને બેસાડી તે બાબતે ખૂબ જ ટોર્ચર કરતા આખરે પી.વી. મુરજાણીએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વર વડે આત્મહત્યા કરી લીધી હતી.

error: