આણંદ જિલ્લાના ખંભાતમાં દર વર્ષે દિવાળીના સમયગાળા દરમિયાન લોકમેળો યોજાતો હોય છે. જો કે આ વર્ષે આ લોકમેળો પહેલા રાઇડ્સને લઇને અને હવે ધાર્મિક પુસ્તકનું અપમાન કરવાના મુદ્દાને લઇને વિવાદમાં આવ્યો છે.આણંદ જિલ્લાના ખંભાતના મેળામાં ધાર્મિક પુસ્તકનું અપમાન થયાનો આરોપ લાગ્યો છે. યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાળ્યાનો આક્ષેપ છે. આ ઘટના બાદ લઘુમતિ સમાજનાં લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. એટલુ જ નહીં રોષે ભરાયેલા ટોળાએ પોલીસનાં અને ખાનગી વાહનોમાં કરી તોડફોડ કરી હોવાની પણ માહિતી મળી રહી છે.ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાળ્યાની ઘટના બન્યા બાદ લઘુમતિ સમાજમાં રોષ ફેલાયો હતો. જે પછી ટોળુ પોલીસ સ્ટેશને પહોંચી ગયુ હતુ. ટોળાને કાબુમાં લેવા પોલીસે કાર્યવાહી પણ કરી હતી. લઘુમતિ સમાજના લોકો દ્વારા જવાબદાર યુવકો સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.