
પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. વિદ્યાર્થીના મોત અંગે પરિવારજનોએ રેગિંગ થયાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મેડિકલ કોલેજના ડીને પોલીસને જાણ કરીને તપાસ શરૂ કરી છે. આખરે રિપોર્ટમાં રેગિંગનો ખુલાસો થયો અને બીજા વર્ષના 15 વિદ્યાર્થીઓના નામ ખુલતા મેડિકલ કોલેજના સત્તાવાળાઓ એ બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.ફરિયાદમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને તેમનો Introduction તેમજ દસ બીભત્સ ગાળો બોલવા જણાવ્યું હતું. સતત ત્રણ કલાક સુધી વિદ્યાર્થીઓ ઉભા રહ્યા દરમ્યાન અનિલ પટેલ નામના વિદ્યાર્થીને ચક્કર આવતા નીચે પટકાયો હતો.રિપોર્ટમાં યુવકનું મોત રેગિંગના કારણે થયું હોવાનો પુરવાર થયું છે, તો સીનિયર વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તેવી માંગ મૃતક વિદ્યાર્થીના પરિવારજનોની છે.