Satya Tv News

દિલજીત દોસાંઝ પોતાની ‘દિલ-લ્યુમિનાટી’ ટૂરના કારણે હાલ ચર્ચામાં છે. જેના ભાગરૂપે દિલજીત ઘણા રાજ્યોમાં જઈને કોન્સર્ટ કરી રહ્યો છે. 15 નવેમ્બરે હૈદરાબાદમાં દિલજીતનો કોન્સર્ટ હતો. આ અંગે તેલંગાણા સરકાર દ્વારા ઈવેન્ટના આયોજકોને નોટીસ આપીને કોન્સર્ટમાં આલ્કોહોલ, હિંસા અને ડ્રગ્સવાળા ગીતો ન ગાવાની સૂચના આપી હતી. નોટિસમાં ‘પંજ તારા’ અને ‘પટિયાલા પેગ’ જેવા ગીતોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દિલજીતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સરકાર પર પોઇન્ટ મારતો જોવા મળી રહ્યો છે.

દિલજીતે કહ્યું- ‘એક સારા સમાચાર છે કે આજે મને કોઈ નોટિસ નથી મળી.’ આ સાંભળીને ફેન્સ બૂમાબૂમ કરવા લાગ્યા. ત્યારે દિલજીત કહે છે કે, ‘આના કરતા પણ વધુ સારા સમાચાર છે કે આજે પણ હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં. પૂછો કે કેમ?’ ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે. મેં એક ડઝનથી વધુ ડીવોશનલ સોંગ્સ ગાયા છે. તેમજ છેલ્લા 10 દિવસમાં મેં બે ડીવોશનલ સોંગ્સ રિલીઝ કર્યા છે. જેમાં એક એક શિવ બાબા પર અને એક ગુરુ નાનક બાબાજી પર છે. પરંતુ કોઈ તેના વિષે વાત નથી કરતું. દરેક વ્યક્તિ ટીવી સામે બેસીને પટિયાલા પેગની વાત કરે છે.’

દિલજીતે કોન્સર્ટમાં વધુમાં કહ્યું કે, ‘હું તે પણ નહીં ગાઉં. આજે પણ હું એ ગીતો નહીં ગાઉં, નો ટેન્શન. હું પોતે દારૂનથી પીતો. પરંતુ બોલિવૂડ સ્ટાર્સ દારૂની જાહેરાતો કરે છે, દિલજીત દોસાંઝ નથી કરતો. મને છંછેડશો નહીં. હું જ્યાં પણ જાઉં છું ત્યાં શાંતિથી કોન્સર્ટ કરીની નીકળી જાઉં છું. તો શા માટે મને છંછેડો છો?’દિલજીતે કોરોનાનો સમય યાદ કરતા કહ્યું કે, ‘કોરોનાને કારણે બધુ બંધ હતું. દારૂના ઠેકા બંધ નહોતા થયા સાહેબ. તમે શું વાત કરો છો! તમે યુવાનોને પાગલ નથી બનાવી શકતા. સારું, ચાલો હું તમને બીજી વધુ સારી તક આપું. મારા જ્યાં પણ શો છે. ત્યાં તે દિવસે તમે ડ્રાય ડે જાહેર કરો, હું દારૂ પર ગીત નહીં ગાઉં, હું કોઈ નવો કલાકાર નથી કે તમે મને કહેશો કે તું આ ગીત કે પેલું ગીત ના ગાઈ શકે તો હું કઉ કે અરે હવે હું શું કરીશ! હું ગીત બદલી શકું છું અને તો પણ તમને કોન્સર્ટમાં એટલી જ મજા આવશે.’

error: