Satya Tv News

પાકિસ્તાનમાંથી એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. વાત જાણે એમ છે કે મીડિયા રિપોર્ટ્સ મુજબ એક ભિખારીએ પોતાના દાદી અવસાનના 40 દિવસ પૂરા થતાં શાનદાર દાવતનું આયોજન કર્યું. આ જમણવારમાં 20 હજાર લોકોને બોલાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. જમણવાર પર સવા કરોડ પાકિસ્તાની રૂપિયા જેટલો ખર્ચો થયો. આ જમણવાર પાકિસ્તાનના ગુજરાનવાલાના ભિખારી પરિવારે કર્યો.લોકો ભિખારી પરિવારનું આયોજન જોઈને દંગ રહી ગયા. ભિખારી પરિવારના મુખિયાના જણાવ્યાં મુજબ તેમના પરિવાર સમગ્ર પાકિસ્તાનથી લોકોને બોલાવ્યા હતા. સમારોહમાં આવેલા લોકોને સીરી, પાયા, મુરબ્બા આપવામાં આવ્યા. નાના ગોસ્ત અને કોલ્ડ ડ્રિંક પણ આપવામાં આવ્યા.

સમારોહની શરૂઆતમાં મહેમાનોને પરંપરાગત નાસ્તાનું મેન્યુ અપાયું. સાંજે જમણવારમાં ખાસ વ્યંજન બનાવવામાં આવ્યા. જેમાં 250 બકરાનું મીટ પિરસવામાં આવ્યું. મહેમાનોને નાન મટરગંજ (મીઠા ભાત), કોમલ મટનનો સ્વાદ ચાખવા મળ્યો. ગાજર અને સફરજનના ખાસ વ્યંજનો ઉપરાંત અનેક પ્રકારના પીણા પણ સર્વ કરાયા હતા.

error: