Satya Tv News

ભાજપમાં સામેલ થયા કૈલાશ ગહેલોત, દિલ્હી ભાજપ ઓફિસમાં કૈલાશ ગહેલોત ભાજપમાં જોડાયા હતા. મનોહરલાલ ખટ્ટરે કૈલાશ ગહેલોતને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીની સદસ્યતા અપાવી હતી, રવિવારે મંત્રી પદ અને આમ આદમી પાર્ટીમાંથી કૈલાશ ગહેલોતે રાજીનામું આપ્યું હતું. કૈલાશ ગહેલોતના રાજીનામા બાદ દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે.કૈલાશ ગહેલોત અરવિંદ કેજરીવાલ અને આતિશી બન્નેની કેબિનેટમાં મંત્રી રહ્યાં છે. કૈલાશ ગહેલોત દિલ્હી સરકારમાં ગૃહ, પરિવહન, IT અને મહિલા અને બાળ વિકાસ સહિત મહત્ત્વના વિભાગોના મંત્રી હતા.

ગેહલોતે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમને કેજરીવાલને પત્ર લખીને કહ્યું હતું કે ‘શીશમહેલ’ અને યમુનાની સફાઈ જેવા ઘણા શરમજનક મુદ્દા છે, જેના કારણે દરેક શંકા કરી રહ્યા છે કે શું આપણે હજી પણ આમ આદમી છીએ. કૈલાશ ગેહલોતે પોતાના રાજીનામામાં લખ્યું છે કે દિલ્હી સરકાર પોતાનો મોટાભાગનો સમય કેન્દ્ર સાથે લડવામાં વિતાવશે જેથી રાજ્ય પ્રગતિ કરી શકશે નહિ. એમ પણ કહ્યું કે અમે લોકોના અધિકારો માટે લડવાને બદલે માત્ર અમારા રાજકીય એજન્ડા માટે લડી રહ્યા છીએ. આના કારણે દિલ્હીના લોકોને મૂળભૂત સેવાઓ પૂરી પાડવાની અમારી ક્ષમતા પણ ગંભીર રીતે નબળી પડી છે.

error: