Satya Tv News

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCP (શરદ જૂથ)ના નેતા અનિલ દેશમુખ પર સોમવારે રાત્રે નાગપુરના કાટોલ વિધાનસભા ક્ષેત્રમાં હુમલો થયો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના પર પથ્થરમારો કર્યો હતો જેના કારણે અનિલ દેશમુખને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અનિલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેના માથામાંથી લોહી વહેતું દેખાય છે. તેમને માથામાં ઈજા થતા રૂમાલ બાંધ્યો છે.

હુમલાની નિંદા કરતા કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું કે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના જિલ્લામાં પૂર્વ ગૃહમંત્રી પર હુમલો એ પ્રશ્ન ઊભો કરે છે કે રાજ્યમાં કાયદાનું શાસન છે કે ગુંડાઓનું. જ્યારે ભાજપે આરોપ લગાવ્યો છે કે આ ચૂંટણી સ્ટંટ છે. કાટોલ વિધાનસભા ક્ષેત્રના ભાજપના પ્રભારી અવિનાશ ઠાકરેએ કહ્યું છે કે દેશમુખે પોતાના જ કાર્યકરોને પથ્થરમારો કરાવ્યો છે.

અજાણ્યા લોકોએ અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે તેમની કારની વિન્ડશિલ્ડ તૂટી ગઈ હતી.
હુમલાને કારણે કારના કાચ તૂટી ગયા હતા.
આ હુમલામાં દેશમુખ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને કાટોલ ગ્રામ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
error: